અમે ઓનલાઈન માધ્યમ દ્વારા છેલ્લા આઠ વર્ષ થી ગુજરાતના વિભિન્ન જીલ્લાના વિદ્યાર્થીઓ, જીજ્ઞાસુઓ અને નોકરીયાતોને કોમ્પ્યુટર ક્ષેત્રે વિવિધ વિષયો શીખવીએ છીએ. વિદ્યાર્થીને ઘર બેઠા જ કોમ્પ્યુટરની ટેક્નોલોજી જેમ કે C C++, JAVA, HTML5, .NET, PHP-MYSQL, ANDROID, IOS, ORACL, TALLY વગેરે શીખવા માટે આ વેબસાઈટ અને એપનું નિર્માણ કર્યું છે. આ એપ વડે શીખવવામાં આવતા વિવિધ વિષયો દસ-પંદર વર્ષથી કોમ્પ્યુટર ક્ષેત્રે કાર્યરત શીક્ષકો, ડેવલોપરો અને નિષણાતો દ્વારા તૈયાર કરાયા છે. જેમા નવી લેન્ગવેજ તેમજ… “એન્ડ્રોઈડ માટેની કોટલીન માટે આઘુનીક એન્ડ્રોઈડ સ્ટુડીયો” જેવા માધ્યયમનો જ ઉપયોગ લેવાયો છે. જેથી અહીંથી શીખેલા વિદ્યાર્થી આઈ.ટી. ની વર્તમાન માર્કેટ મા આસાની થી નોકરી મેળવી પોતાના કેરીયરને સ્ટાર્ટપ આપી શકે. અને જો કોલેજમા હોય તો વહુમાં વધુ ગુણાંક તેમજ કૌશલ્ય મેળવે. આ એપ અને વેપસાઈટ દ્વારા શીખવાતા બધા જ વિષયો હાલ ભાવેશ સર દ્વારા શીખવાય છે. જે ખુદ આ ક્ષેત્રે એમ.સી.એ., એસ. એસ. સી. આઈ. ટી. પી.જી.ડી.સી.એ. જેવી ડિગ્રીઓ મેળવી ચુક્યા છે અને છેલ્લા અગ્યાર વર્ષ થી કચ્છની અલગ અલગ કોલેજોમાં કોમ્પ્યુટરના વિષયો પર વિદ્યાર્થીઓને અને પ્રફેસરોને પણ (ભુજ-રાજકોટ) ટ્રેઈનીંગ પણ આપી રહ્યા છે.

વર્ષ 2003 થી કોમ્પ્યુટર સોફ્ટવેર અને વેબસાઈટ ડેવલોપમેન્ટ ક્ષેત્રે કાર્યરત છું. M.C.A., MSc.IT., MSc. Cs. અને P.G.D.C.A. તેમજ B. Com. ની ડિગ્રીઓ મેળવેલ છે. મુળ વતન ભુજ-કચ્છ. HCL Infotech, Aptech, NIIT તેમજ કચ્છ યુનિવર્સીટી સંલગ્ન કોલેજો SRK, Indraprasth, Veerayatan, SGJ Gurukul માં અસરકારક આસીસ્ટન્ટ લેકચરર્ તરીકે કાર્ય કરેલ છે. અંજારની સ્કુલ KPS ની ત્રણ સ્કુલો BPSE, KPS, Mother’s Care માં આઈ.ટી. મેનેજર તરીકે પણ કાર્ય કરેલ છે, જેમા એન્ડ્રોઈડ એપ ડેવલપમેન્ટ થી માંડીને વેબસાઈટ અને સોફ્ટવેર ડેવલોપમેન્ટનું કાર્ય પણ કરેલ છે. આમ, અંદાજીત 12 વર્ષથી અહીં કચ્છમાં જ સેવા આપેલ છે. આ સીવાય હાલ સરકારી કોલેજના લેક્ચરરોને (ભુજ – રાજકોટ – વડોદરા) કોમ્પ્યુટર ની લેટેસ્ટ ટેક્નોલોજી પર ટ્રેઈનીંગો આપુ છુ.

આ વેબસાઈટ અને એપ મારા જુના અને નવા એમ બન્ને વિદ્યાર્થીઓ માટે સમર્પીત છે. કેમ કે, જે વિદ્યાર્થીઓ આજે અમદાવાદ, વડોદરા, રાજકોટ, પુણે અને બેંગ્લોર જેવા સીટીમાં આજે કામ કરે છે અને મારા પાસે થી અભ્યાસ કરી ગયા છે, તેમને પણ નવી કોમ્પ્યુટરની ટેકનોલોજીને શીખવાની – એટલે કે ટ્રેઈનીંગ લેવાની જરુરત પડતી જ હોય છે. તો વિદ્યાર્થીઓ, જીજ્ઞાસુઓ અને શોખીનો માટે મારા નવા નવા કોમ્પ્યુટર ક્ષેત્રના કોર્સ આ વેબસાઈટ અને એપ પરથી મળી શકશે. જેમા માર્ગદર્શનનું માધ્યમ શક્ય એટલું ગુજરાતી જ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *